પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી ની શુભેચ્છા મુલાકાત લીધી
પાટણના જાગૃત સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન પાટણ લોકસભા વિસ્તારના વિકાસ કામોની ચર્ચાઓ કરી લોકસભા વિસ્તાર ના વિવિધ પ્રશ્નોની મુકત મને રજુઆત કરી હતી.
પાટણ સંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર સાથે આ શુભેચ્છા મુલાકાત દરમિયાન અલ્પેશજી ઠાકોરના પિતાશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના નિખાલસ સ્વભાવની પ્રશંસા કરી પાટણ લોકસભા વિસ્તારના પ્રશ્નો સાથે વિકાસ કામો થી માહિતગાર બની યોગ્ય કરી આપવાની ખાતરી આપી હતી.