અભદ્ર ટીપણી કરનાર ના વિરોધમાં પાટણ મોદી સમાજે રેલી યોજી કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું

પાટણ
પાટણ

માં બહુચર વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવાની પાટણ મોદી સમાજે માંગ કરી: તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ રાજકોટના વતની મનસુખ રાઠોડે આદ્યશક્તિમાઁ બહુચર વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો વિડીયો યુટ્યુબ ચેનલમાં કડી ખાતે રહેતા યુવરાજસિંહ નામના યુવકે જોયો હતો જેથી તેની લાગણી દુભાતા યુવકે મનસુખ રાઠોડ સાથે ટેલિફોનિક વાતચીત કરી આ સંદર્ભે માફી માગવા જણાવ્યું હતું ત્યારે મનસુખ રાઠોડે આ યુવક સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ માઁ બહુચર વિશે અભદ્ર વાણી વિલાસ કર્યો હતો જે વાતચીત નું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બહુચર માઁ  વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ સામે લોકોમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. અને ઠેર ઠેર તેના વિરોધમાં માં બહુચરના ભક્તો દ્વારા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે.

ત્યારે મંગળવાર ના રોજ પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા મનસુખ રાઠોડ ના વિરોધમાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ અને પુરુષોએ એકત્રિત થઈ બેનર સાથે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને  નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી માં બહુચર વિશે આવો બફાટ કરનાર મનસુખ રાઠોડ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. પાટણ મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત કરાયેલા રેલી અને આવેદનપત્ર ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ,બહેનો,યુવાનો અને વડીલો જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.