પાવર ગ્રીડકંપની પોલીસ સાથે જબરજસ્તી થી ખેડુતના ખેતરમાં થાંભલા ઉભા કરશે તો તેને ઉખાડી ફેકવા પાટણ ધારાસભ્ય નું ખેડૂતોને આહવાન

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના ખેડૂતોને પાવરગ્રીડ કંપની દ્વારા જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચુકવવા કલેકટર ને આવેદનપત્ર અપાયું

ખેડૂતોને ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી

પાટણ જિલ્લાના ખેડૂતોએ સોમવારે પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોરને સાથે રાખી પાવરગ્રીડ કોર્પો. RE દ્વારા 765 કે.વી ડબલ સર્કિટ બનાસકાંઠા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનના નિર્માણ કાર્યની બાબતમાં જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવા સહિત વિવિધ પ્રશ્ને કલેકટર ને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.અને આ મામલે ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ગાંધીનગર ખાતે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.

ખેડૂતોએ આપેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે.અમને સરકારની જાહેર હિતવાળી યોજનાઓનો વિરોધ નથી, પરંતુ ખેડૂતોને વળતર બાબતે ખુબજ અન્યાય થાય છે તે બાબતે વાંધો છે. અમને જંત્રી મુજબ નહીં પણ અગાઉ ચૂકવેલ રીત મુજબ હાલ ના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અગાઉ જે રીતે ટ્રાન્સમિશન લાઈનમાં 2017 માં લાઈનનો હેતુ વાણિજ્યક ગણી બજાર ભાવ થી વળતર ચૂકવવામાં આવેલ હતું તે પદ્ધતિ એ ગણતરી કરી હાલ 2024 માં જે બજાર ભાવથી વળતર થતું હોય તે ચૂકવવા માટે સુધારા હુકમ કરવામાં આવે. ભારત સરકાર ની ROW GUIDELINE તા.14-6- 2024 આપને મળેલી સત્તાની રૂએ વાણિજ્યક ગણી હેતુ બજારભાવ થી થાંભલાનું વળતર અને તે આધારે 30% લેખે કોરીડોર નું વળતર ચુકવવામાં આવે.ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ વગેરે જિલ્લામાં અગાઉ બજાર કિંમત થી વળતર ચુકવણી કરેલ છે જ્યારે અત્યારે તા.01-03-2024 નવી ગાઈડ લાઇન્સમાં વળતરમાં 200 %નો વધારો કરવા છતાં અગાઉના વર્ષના ચૂકવેલા વળતર કરતા હાલ નું વળતર આશરે 300% ઓછું કેમ તેનો અમને સખત વિરોધ છે.

અગાઉ પણ પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા આ અન્યાય ને લઈ  ત્રણ વખત આવેદન આપેલું છે જેનું આજ દિવસ સુધી યોગ્ય પરિણામ મળેલ નથી.પાક નુકસાની માટે ગણવામાં આવતા ભાવ APMC 2024 ના પ્રમાણે ગણી વળતર ચૂકવાવ માંગણી કરી

વધુ માં જણાવ્યું હતું કે પોલીસબળ સાથે કામ કરવાના ઓર્ડરથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાથી જિલ્લાની શાંતિ ભંગ થશે અને કાયદાની જોગવાયમાં row ની જગ્યા કરતાં વધારે નુકશાન અન્ય જમીન પર કરવામાં આવે તેમજ ચોમાસામાં ખેતરમાં કામ કરવાથી ROW સિવાયની જમીનને ખુબજ મોટાપાયા પર નુકસાન થતું હોવાથી ચોમાસામાં તાત્કાલિક કામને બંધ કરવામાં આવે એવી વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.