પાટણ લાયન્સ કલબ દ્વારા સબજેલના કેદીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

પાટણ
પાટણ

લાયન્સ કલબ ઓફ પાટણ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરી છે.ત્યારે છેલ્લા કેટલાક સમયથી પડતી અસહ્ય ઠંડીને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા સબજેલ સુજનીપુર ખાતેના જરૂરિયાતમંદ કેદીઓને કડકડતી ઠંડીમાં રક્ષણ માટે પાટણ લાયન્સ કલબ પરિવાર દ્વારા ગરમ ઘાબળાનુ વિતરણ કરવાનો સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.આમ શિયાળાની કડકડતી ઠંડીમા રક્ષણ આપતા ગરમ ધાબળા મળતા તેઓના ચહેરા ઉપર ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.જેમાં સબ જેલના જેલર સહિત ફરજ પરના પોલીસ સ્ટાફે લાયન્સ કલબ ઓફ પાટણ પરિવારની સેવા પ્રવૃત્તિને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.ત્યારે આ સેવા પ્રોજેક્ટમા લાયન્સ પ્રમુખ ગોપાલસિંહ રાજપૂત,મંત્રી અમિષભાઇ મોદી,પ્રોજેક્ટ ચેરમેન લા.હેમંત તન્ના,લા.ભરત પરમાર,લા.આર.સી.પટેલ,લા.કિશોર મહેશ્વરી,લા.મનોજ પટેલ,લા.ગૌરવ મોદી,લા.નટવરસિંહ ચાવડા,લા.જેસંગભાઇ ચૌધરી,લા.પ્રજ્ઞેશ પટેલ,લા.નટુભાઈ દરજી,લા.કનુ મોદી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.