પાટણ એલસીબી ટીમે ત્રણેક માસ પહેલા હિંમતનગર આંગડીયા લુંટને અંજામ આપનાર આરોપીને મુદામાલ સાથે દબોચ્યો

પાટણ
પાટણ

લુંટમાં ગયેલ ચાંદીના દાગીના સાથે ઝડપાયેલ આરોપીને હિમતનગર પોલીસ ને સોંપાયો: પાટણ એલ.સી.બી.ટીમે આજથી ત્રણ મહિના અગાઉ હિંમતનગર આંગડિયા લૂંટના બનાવને અંજામ આપનાર અને નાસ્તા ફરતા આરોપીને બાતમીના આધારે લૂંટના મુદ્દા માલ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી માટે હિંમતનગર પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ શહેર સહિત જીલ્લાના પોલીસ સ્ટેશનોના વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા અલગ-અલગ ટીમો બનાવી મોકલી આપવા સુચના કરેલ હોઈ જે અનુસંધાને પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ટીમને મળેલ બાતમી આધારે સા.કાંઠા.જીલ્લા ના હિંમતનગર બી ડીવી. પો.સ્ટેમા આજથી ત્રણ માસ અગાઉ નોધાયેલ આંગડિયા પેઢીની લૂંટના ગુનાનો નાસતો ફરતો આરોપી વાધેલા લાલભા ઉર્ફે છોટે રતનસંગ બાવનસંગ રહે.આગણવાડા તા. કાંકરેજ જિ.બ.કા. વાળાને દબોચી લુંટમાં ગયેલ મુદ્દામાલ પૈકી ના ચાંદીના દાગીના વજન ૪૮૦ ગ્રામ કિં.રૂ.૧૬,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦ મળી કુલ કિં.રૂ.૨૧,૦૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી સી.આર.પી.સી. કલમ-૪૧(૧) (આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવી પો.સ્ટે ને સોંપવા સારૂ તજવીજ હાથ ધરેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.