પાટણ એલસીબીએ કારનાં ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપ્યો

પાટણ
પાટણ

(રખેવાળ ન્યૂઝ) પાટણ,
પાટણ સિદ્ધપુર ચાર રસ્તા પાસેથી પોલીસે આઇ. ટ્‌વેન્ટી ગાડી માં પરપ્રાંતિય દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને રવિવારે આબાદ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર અને જિલ્લામાં દારૂ ની બદી ને નેસ્ત નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા ની સુચના થી જિલ્લાની પોલીસ દ્વારા પ્રોહિબિશન કામગીરી તેજ બનાવી છે ત્યારે રવીવાર ના પાટણ એલસીબી પોલીસ ટીમ સિધ્ધપુર હાઈવે ચાર રસ્તા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ઉપરોક્ત માગૅ પરથી પસાર થતી આઈ ટ્‌વેન્ટી કાર ને ઉભી રખાવી પરપ્રાંતીય ઈસમો ની પુછપરછ કરતાં શંકાસ્પદ જવાબ મળતા કાર સહિત શખ્સોને પોલીસ મથકે લાવી ગાડી ની તપાસ કરતા ગાડીમાં બનાવેલ ગુપ્તખાના માંથી વિદેશી દારૂ ની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પાટણ ના સિદ્ધપુર ચાર રસ્તા નજીક થી પકડાયેલ આઇ. ટ્‌વેન્ટી ગાડી સાથે રાજસ્થાનના સાચોર તાલુકાના માવા રામ પદમારામ ચૌધરી અને દિનેશ જાેધા રામ ચૌધરી પાસેથી રૂ ૪૧,૯,૪૦ ની પર પ્રાંતિય દારૂની ૭૫ બોટલ મળી આવતા પોલીસે ગાડી સહિત કુલ રૂ.૩,૫૧,૯૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ઉપરોક્ત વિદેશી દારૂ રાજસ્થાનના દેવાસી રવિ ભગવાન રામે દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાનું અને મૂળ રાજસ્થાનના અને હાલ બહુચરાજી ખાતે રહેતા દિપક નામના શખસને આ જથ્થો આપવાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં પોલીસ દ્વારા ચારેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુ પાટણ એલસીબી પોલીસે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.