પાટણ એલસીબી એ ત્રણ આરોપીઓને ઝડપ્યા, આંગડિયા પેઢીના કર્મી પાસેથી રૂ.1.39 કરોડની લૂંટ ચલાવી હતી
રાજસ્થાન પરિવહન નિગમની અમદાવાદ આબુરોડ દેસુરી રૂટની બસમાં સોનાના દાગીના સાથે મુસાફરી કરી રહેલા આર.સી. આંગડિયા પેઢી અમદાવાદના કર્મચારીને છાપી હાઈવે પરની શ્રીરામ હોટલ પાસેથી શુક્રવારે સવારના સુમારે બે અજાણ્યા ઇસમોએ પીસ્તોલ જેવું હથિયાર બતાવી લૂંટ કરી મોટર સાઇકલ ઉપર બેસી ફરાર થઈ ગયા હોવાની ભોગ બનનાર આર.સી. આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મુળસિંહ ચૌહાણ નાઓએ છાપી પો.સ્ટે.મા ફરીયાદ નોંધાવી હતી.
ત્યારે પાટણ એલ.સી.બી.પો.સ.ઈ.આર.કે પટેલ તથા અ.હેડ.કોન્સ. ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, શ્રીરામ હોટલ, છાપી ખાતે બનેલ લુટના બનાવને અંજામ આપનાર પાટણના રૂવાવી ગામે રહેતા મિતેશસિહ ઉર્ફે મિતુભા ઉદેસિંહ વાઘેલા એ પોતાના મિત્રો સાથે મળી લુંટનો ગુનો આચરેલ છે.
જે હકીકતના આધારે મિતેશસિંહ ઉર્ફે મિતૃભા ઉદેસિંહ વાઘેલા રહે.રૂવાવી. તા.જી. પાટણ તથા જગમાલજી ભુપતજી પરમાર રહે.ખીમાણા, તા કાંકરેજ જી.બનાસકાંઠા તથા કૌશિકજી કાંતીજી રાઠોડ હાલ રહે.ડાભી તા.ઊંઝા જી. મહેસાણા મુળ રહે મુડેઠા તા.ડિસા જી.બનાસકાંઠાવાળાઓને પકડી ગુના સબંધે યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેઓએ ઉપરોક્ત ગુનો કર્યાની કબુલાત કરી હતી. પકડાયેલ મિતેશસિંહે અગાઉ આર.સી. આંગડિયા પેઢીમાં નોકરી કરેલ હોઇ તે આંગડિયું લઇને જતા માણસો તથા બસના રૂટોથી વાકેફ હોઇ અવાર-નવાર રેકી કરી લુંટનો પ્લાન બનાવેલ. જે પ્લાન મુજબ શુક્રવારના રોજ સવારે પોતાના મિત્ર કૌશિકજી તથા જગમાલજી સાથે પોતાની ઓળખ છુપાવવા માટે પોતે મોઢે માસ્ક તથા માથે હેલ્મેટ પહેરેલ.
તથા અન્ય બંન્ને વ્યક્તિઓએ કેપ પહેરી પોતાની ઓળખ છુપાવી અગાઉથી રેકી દરમિયાન નક્કી કરેલ છાપી ખાતેની શ્રી રામ નામની ખાનગી હોટલ પર બસ પેસેન્જરો માટે ચા- પાણી નાસ્તા માટે રોકાતી હોઇ સદરી જગ્યાએ ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ મળીને પલ્સર બાઇક ઉપર જઇ રાજસ્થાન પરિવહનની દૈસુરી રૂટવાળી બસમાં બેસેલ આર.સી.આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મુળસિંહ ચોહાણને પીસ્તોલ જેવી વસ્તુ બતાવી તેની પાસેના સોનાના દાગીના ની લૂંટ કરેલ. ત્યારબાદ પલ્સર બાઇક લઇ લુણપુર ગામે ગયેલા અને બાઇક ખેતરો માં મુકી ત્યાં રાખેલ ઇકો ગાડીમાં બેસી પોતપોતાના ઘરે આવેલા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના ભરેલ પેકેટ નંગ-29 જેની કિ. રૂ.આશરે 1.39 કરોડ નબર પ્લેટ વગરનું પલ્સર બાઇક કિ.રૂ 50 હજાર અને મોબાઇલ નંગ-03 કિં.રૂ.30 હજાર,થેલા નંગ-2,છરા નંગ-2 હેલ્મેટ નંગ-1,બંદુક જેવું દેખાતુ હથિયાર (લાઇટર ગન) નંગ-1,ગુનો આચરતી વખતે પહેરેલ જેકેટ, કેપ તથા કપડાં મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.1, 39.80,000 હસ્તગત કરવામાં આવ્યો છે.