પાટણ અને ઉંઝા શહેર માથી ચોરી થયેલ મોપેડ સાથે વાહન ચોરને ઝડપી લેતી પાટણ એલ.સી.બી. પોલીસ

પાટણ
પાટણ

પાટણ અને ઉંઝા શહેર માથી ચોરી થયેલ મોપેડ સાથે વાહન ચોરને  પાટણ એલ.સી.બી.ટીમે બાતમી ના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે  વી.આર.ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે મિલ્કત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પાટણ ટાઉનમા પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મળેલ બાતમી આધારે પાટણ શહેરના પ્રગતિ મેદાન સામે આવેલ ગુગડી તળાવના પાછળના રસ્તેથી શાહ દિપેન નિર્મળ કુમાર નવનીતલાલ ઉ.વ. ૪૨ રહે પાટણ ઘીવટો બહુચર માતા મંદિર પાસે ખીજડાનો પાડો તા.જી. પાટણ વાળાને ચોરીના સફેદ કલરના એક્ટીવા નં. જી.જે.૨૪ આર.૧૯૩૦ કિ.રૂ.૧૫,૦૦૦ તથા કાળા કલરનુ પ્લેઝર મોપેડ નં. જી.જે.૦૬ ડી.કે.૩૬૦૫ કિ.રૂ.૨૫,૦૦૦ ના હોય બી.એન.એન.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી ઉપરોક્ત વાહન ચોર ઇસમને બી.એન.એન. એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારુ પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ખાતે સોપવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.