પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની સ્પર્ધા યોજાઈ

પાટણ
પાટણ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ જે.જે.વોરાની અધ્યક્ષતામાં કસુંબીનો રંગ કાર્યક્રમ અંતર્ગત મેઘાણીના ગીતોની સ્પર્ધા યોજાઈ હતી. જે કાર્યક્રમ રજીસ્ટાર ડી. એમ. પટેલ સહિત ડૉ. ચિરાગ પટેલ નિયામક શારીરિક શિક્ષણ, યુવા સાંસ્કૃતિક પ્રવુતિઓની ઉપસ્થિતિમાં કન્વેશન હોલમા યોજવામાં આવ્યો હતો. જેમા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની સલગ્ન કોલેજોના 14 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે પૂજા બારોટ (શ્રીમતી પી.કે.કોટાવાલા ,પાટણ ), દ્વીતીય ક્રમે ગૌસ્વામી સત્યમપૂરી (એમ.એ.પરીખ ફાઈન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ ,પાલનપુર ) અને તૃતિય ક્રમે પરમાર મયુર (શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ કોલેજ ,મહેસાણા ) વિજેતા બન્યા હતા. જે ત્રણેય વિજેતાઓ ગુજરાત રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરશે. જેમા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.રિદ્ધિ અગ્રવાલે કર્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન શારીરિક શિક્ષણના નિયામક ડૉ.ચિરાગ એ.પટેલ,કોચ ગજાનંદ શુક્લ તથા જુ.કા. વિમર્શ બરંડા,નરેશ દેસાઈ,ધવલ પટેલ અને નરેન્દ્ર મહેતાએ આયોજન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.