પાટણની એક્સપેરીમેન્ટલ હાઈસ્કૂલના રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પાટણ
પાટણ

પાટણની પી.પી.જી એક્સપેરીમેન્ટલ હાઇસ્કૂલમાં 36મો નેશનલ રમતોત્સવ અંતર્ગત એક્ટીવેશન કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.જેમાં શાળાના 328 બાળકોએ વિવિઘ રમતોમાં ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.જેમાં પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી જી એકસપેરીમેન્ટલ સ્કૂલમા જિલ્લા શિક્ષણ અધિકારી નેહલભાઈ રાવલ,નગરપાલિકાના કોર્પોરેટર તથા ઇ.સી સભ્ય શૈલેશભાઈ પટેલ તથા શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર ઉપસ્થિતમાં રમત ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.જેમાં કબડ્ડી, વોલીબોલ, ચેસ, રસાખેંચ,સંગીત ખુરશીનું આયોજન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠકકર,સુપરવાઈઝર ગમનભાઈ,હર્ષદભાઈ ડામોર અને સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.