પાટણની હેડ પોસ્ટઓફિસ સહિત જિલ્લાની પોસ્ટમાં રાષ્ટ્રધ્વજ મળશે

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે રૂ.25 ની કિંમતે રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને વોટરપ્રૂફ રાખી કવરનું પણ રૂ.10 કિંમતે વેચાણ શરૂ કરાયું છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા 13 થી 15 ઓગસ્ટ – 2022 દરમિયાન તમામ નાગરીકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે પાટણ પોસ્ટલ ડીવીઝનના તાબા હેઠળની નાની મોટી તમામ 271 જેટલી પોસ્ટ ઓફિસોમાં તારીખ 1લી ઓગષ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર ત્રિરંગ અભ્યાનના ભાગ રૂપે રૂ.25ના નજીવા ભાવે રાષ્ટધ્વજનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે સેલ્ફી માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.જેમા દરેક નાગરીક પોતાની ઈચ્છા અનુસાર સેલ્ફી લઈને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકશે. પાટણ જિલ્લામાં તમામ નાની મોટી પોસ્ટ ઓફિસોમાં જરૂરિયાત મુજબ મોકલવામાં આવેલ છે,જ્યાંથી લોકો ત્રિરંગો ઝંડો ખરીદી શકશે.આ ઉપરાંત રક્ષાબંધનના તહેવાર અંતર્ગત પાટણ હેડ પોસ્ટ ઓફીસ ખાતે 1500 જેટલા વોટરપ્રુફ રાખી કવર પર વેચાણ અર્થે આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.