
પાટણમાં ધોરણ 10નું 62.17 ટકા પરિણામ આવ્યું, 66 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરુવારે ધો 10 એસ એસ સી નું માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધો. 10 એસ એસ સી પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 62.17ટકા પરિણામ જાહેર થયું હતું.વિદ્યાર્થીઓ મોબાઈલમાં ઓનલાઈન અને વોટ્સએપ મેસેજ ના આધારે પોતાનું રિઝલ્ટ જોયું હતું જિલ્લામાં 66 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યુ હતું.
પાટણના 22 કેન્દ્રમાં 14512 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ 6832 સિદ્ધપુર 5632 રાધનપુર 55.43 ચાણસ્મા 54.36 કોઇટા67.17વાયડ 78.01ધીનોજ 5941હારીજ 69.17 શંખેશ્વર 45.45વારાહી 47.41સમી 54.62બાલીસના 80.00સાંતલપુર 42.72,વડાવલી 68.89,કુંતાવાડા 48.92 કકોશી 50.99ભીલવાન 67.49,ચવેલી 52.20ડેર67.00,સરિયાદ 69.76કુણઘેર 68.60રણુજ84.19 પરિણામ જાહેર થયું હતુંસૌથી વધુ રાણુંજ1સેન્ટર નું 84.19ટકા પરિણામ આવ્યું હતું જયારે સૌથી ઓછું 42.72 સાંતલપુર નું આવ્યું હતું.
બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. તો કેટલાક વૉસ્ટએપ પર નંબર નાખી પોતાનું રિઝલ્ટ જોયું હતું.