પાટણના ચિંતામણી ગણપતિદાદા મંદિરે સંકષ્ટ ચતુર્થી નિમીતે હવન યોજવામાં આવ્યો

પાટણ
પાટણ

પાટણ અનાવાડા રોડ પર આવેલા ચિંતામણી ગણપતિદાદાના મંદિરે સંકષ્ટ ચતુર્થી નિમીતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના યજમાન પદે પટેલ ચિરાગભાઈ મોહનલાલ,પટેલ કોશિક ભાઈ રૂગનાથભાઈ તેમજ ખત્રી ચેતનભાઈ સુરેશભાઈ બેસવાનો લ્હાવો લીધો હતો. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. જેમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે હવનમાં શ્રીફળની આહુતિ આપી હતી. આ સિવાય મંદિર પરિસરને ફૂલો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો. સંકષ્ટચતુર્થી નિમીતે ભવિભક્તોએ ગણપતિ દાદા અને હવનના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.