પાટણ જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા દોલતરામ બાપુના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ

પાટણ
પાટણ 44

કોરોના મહામારીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનારા પાટણ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થાન સમા નોરતા ગામના નરભેરામ આશ્રમના સંત શિરોમણી દોલતરામ મહારાજનો અભિવાદન કાર્યક્રમ નોરતા મુકામે પાટણ જિલ્લા સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં કુંવારિકાઓ દ્વારા માથે કળશ ઉપાડી વાજતે-ગાજતે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંત દોલતરામ બાપુનું સન્માન કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી,પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિતના રાજકીય સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આમ નોરતાં ખાતે આયોજિત દોલતરામ મહારાજના અભિવાદન કાર્યક્રમમાં પાટણ જિલ્લા ક્ષત્રિય સમાજ સમિતિના આગેવાનો,રાજકીય અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.