પાટણ જિલ્લામાં 165 દિવસમાં સરેરાશ 36% જેટલું રસીકરણ કરવામાં આવ્યું

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં છેલ્લા સાડા પાંચ મહિનાથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે.પરંતુ છેલ્લા ત્રણ માસથી મર્યાદિત ડોઝ આવતા તેમજ વિવિધ પ્રકારની જાહેર રજાઓના કારણે વેક્સિનેશન ખૂબ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે.તેવા સમયે અત્યારસુધીમાં જિલ્લામાં 36 ટકા જેટલું વેક્સિનેશન થયું છે.રાજ્યમાં સરકાર દ્વારા વધુમાં વધુ લોકો કોરોના રક્ષણ સામે વેક્સિન લે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પરંતુ બીજી તરફ પૂરતા ડોઝ જિલ્લામાંના મળતા અને જાહેર રજાઓ આપતા પૂરતા પ્રમાણમાં લોકોને રસી ન મળતા વેક્સિનેશન ઓછા પ્રમાણમાં થઈ રહ્યુ છે.બીજીતરફ લોકો રસી લેવા માટે સેન્ટરો પર પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે જિલ્લામાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરીમાં અત્યારસુધીમાં લક્ષ્યાંક પૈકી 4,20,963 લોકોએ પ્રથમ ડોઝ લીધો,જ્યારે 1,26,676 લોકોએ બીજો ડોઝ લીધો છે.આ ઉપરાંત 6.60 લાખ જેટલા લોકો હજુ પ્રથમ ડોઝ પણ લીધો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.