
પાટણ જિલ્લામાં વહેલી સાવરથી જ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી પાટણ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. પવન સાથે વરસાદ પણ શરૂ થયો હતો. શહેરના નીચાનવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વહેલી સવારમાં વરસાદ અને પવનને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.
પાટણ જિલ્લાના નવ તાલુકામાં સવારે 6 થી 8 વાગ્યાના બે કલાકમાં નોંધાયેલા વરસાદી આકડા જોઈએ તો પાટણમાં 31MM, સરસ્વતી તાલુકા માં 24 MM, ચાણસ્મા 12 MM,સાંતલપુર 10MM, સિદ્ધપુર 8MM, હારીજ 6 MM, સમી 3 MM, શંખેશ્વર 2MM વરસાદ નોંધાયો છે.