પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધરાયું
ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવાયા બાદ તમામ વાહન ચાલકો શિસ્તબધ્ધ રીતે વાહન હંકારે તે હેતુથી પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા વાહન ચાલકો માં ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાવવાનું અભિયાન શનિવારે હાથ ધર્યુ હતું.
લોકોમાં જાગૃતિ લાવવાનો ભગીરથ પ્રયાસ હોમગાર્ડ કરી રહી છે.ટુંક સમયમાં પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલતા જતા શ્રધ્ધાળુઓને નુકશાન ન થાય તે માટે મોટા વાહનો હંકારનારને યોગ્ય રીતે વાહન ચલાવવા અને શિસ્ત બંધ નિયમોનું અમલ કરાવવાનું અભિયાન હાથ ધરાયું હતું.
પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સહિત હોમગાર્ડ મિત્રોએ નિયમોનું ઉલંઘન કરતા નાગરિકોને ગુલાબ આપીને ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા હતા. રોડ ઉપરથી પસાર થતા વિવિધ વાહનો જેવા કે એસટી બસો, ઇકો ગાડી, બાઈક સવાર, છોટા-હાથી સહિત અનેક મોટા વાહનો જે રોંગ સાઇડમાં ડ્રાઇવ કરતાં હોય તેમજ ખોટી રીતે ઓવરટેક કરનાર મોટા વાહન ધારકોને સીટ બેલ્ટ તેમજ હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા અપીલ કરી હોમગાર્ડ યુનિટ ના સભ્યો દ્વારા ફૂલ ગુલાબ નું ફુલ આપીને સમજ આપવામાં આવી હતી.