પાટણ જિલ્લા ભારે પવન સાથે વરસાદ થતાં અનેક જગ્યાએ નુકસાન, બે વ્યક્તિનું તેમજ 7 પશુના મોત

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાણસ્માં 50 મીમી, પાટણ 23 મીમી, હારીજમાં 15 મીમી, સિદ્ધપુરમાં 12મીમી, સરસ્વતી 9 મીમી, સાંતલપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સમી, રાધનપુર અને શંખેશ્વરમાં વરસાદ વરસ્યો ન હતો. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદથી UGVCLના 82 થાંભલા ઉખડી ગયા હતા.તેમજ 2 માનવ મૃત્યુ અને 7 પશુઓના મોત નોંધાયા હતા. આ ઉપરાંત મકાનોને નુકસાન થયું હોવાનું ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવ્યું હતું.

ચાણસ્મા તાલુકાના ઝીલિયા વાસણા ગામે વણકર ગોવિંદભાઈ ખાનાભાઈ ઉંમર વર્ષ અંદાજે 55 વર્ષ પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન એકદમ વીજ પોલ પડતા વીજ પોલ તૂટીને ગોવિંદભાઈ વણકર ઉપર પડતા ઘટના સ્થળે તેમનું કરુણ મોત થયું હતું. ઝીલીયા વાસણા ગામે વીજળી પડવાની ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ ની ટીમ ઇએમટી પૂજાબેન ગોસ્વામી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના બન્યાને એક કલાક ઉપરાંત થયો હોવા છતાં ચાણસ્મા પોલીસ અને મામલતદાર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઘટના સ્થળે પહોંચી શક્યું ન હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું.

જયારે હારિજ તાલુકામા ગોવના ગામે વાવાઝોડા અને કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમા સાંજના સુમારે ગામના દેસાઈ મોતીભાઈ મગનભાઈ પોતાની 5 થઈ 6 ભેંસો લઈ ચારો ચરાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે જુના પાદર તળાવ નજીક પાંચ ભેંસો પૈકી એક ભેંસ સૌથી આગળ જઇ રહી હતી તે ભેંસ પર વીજળી પડતા પશુપાલકની નજર સમક્ષ વીજળીના ઝાટકા થી પડીને ત્યાંજ ભેંસ મોતને ભેટી હતી.

સિદ્ધપુર તાલુકામાં મોડી સાંજે હવામાન વિભાગની અગાહીને પગલે વાતાવરણમાં એકાએક પલટો આવી જતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. તેમજ ભારે પવનના કારણે વૃક્ષો પણ ધારાશાયી થયા હતા જેમાં સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે મકાનના પતરા ઉડ્યા હતા. જોકે પવનની ગતિ બહુ વધારે હોવાથી ગામના ખેડૂત કિરણજી શંકરજી રાજપૂતના ખેતરમાં આવેલ પશુઓ માટે બનાવેલ તબેલાના પતરા ઉડી ગયા હતા, જેને લઇ ખેડૂતને નુકસાન થયું હતું. સદનસીબે ઓરડીમાં કોઈ વ્યકતિ ન હોવાથી મોટી જાનહાની થઈ ન હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.