
પાટણ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમીતીની બેઠક યોજાઈ
પાટણ જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હોલ ખાતે વર્ષની પ્રથમ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભાનુમતીબેન મકવાણા અને ચાણસ્માના ધારસભ્ય દિનેશજી ઠાકોર તેમજ જિલ્લાના પદાધિકારી તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં સરકારી યોજનાઓને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પદાધિકારીઓના પ્રશ્નો તેમજ સરકારી કચેરીઓમા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં શું આયોજન છે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં આજની બેઠકમાં લાભાર્થીઓને મળતી વિવિધ કીટ બાબતના પ્રશ્નો,વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિના પ્રશ્નો,એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુન્હાઓની વિગતો તેમજ તે બાબતે થયેલ કાર્યવાહીની વિગતો કલેક્ટર દ્વારા સંલગ્ન અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી હતી.આ સિવાય મહત્વની યોજનાઓ જેમકે જલ જીવન મિશન,આયુષ્યમાન યોજના,પી.એમ ગ્રામ સડક યોજના,ચાઈલ્ડ લેબર તેમજ અમૃત સરોવર મુદ્દે શું કામો કરવામાં આવ્યા તેની વિગતો કલેક્ટર દ્વારા મેળવવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા.જેમાં જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે તમામ અધિકારીઓને જીલ્લા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી.આમ આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા,ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર,જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકી,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.