અંધશ્રદ્ધા અને ગેરમાન્યતા દૂર કરી વેક્સિન લેવા પાટણ ડીડીઓ દ્વારા અનુરોધ કરાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ સિદ્ધપુર તાલુકાના નેદરા ગામે સભા કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ગામની મુલાકાત દરમિયાન તેઓએ તાલુકા હેલ્થ ઓફિસર સાથે નેદરા ગામમાં થયેલ રસીકરણની સમીક્ષા કરી હતી. તેમજ ગ્રામજનો સાથે રસીકરણ અંગે ચર્ચા કરી લોકોને સમજૂતી આપી હતી. આમ જિલ્લા વિકાસ અધિકારીએ ગામની મુલાકાત દરમિયાન સબ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગની કામગીરીની ચકાસણી કરી હતી તેમજ નાણાપંચ અંતર્ગત ગામમાં થયેલ સી.સી.રોડ,પેવર બ્લોકના કામોનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એસ.પટેલ,તાલુકા વિકાસ અધિકારી એજાજ રાજપરા,તાલુકા આરોગ્ય અધિકારી રેખાબેન નાયક,તલાટી તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.