પાટણઃ શહેરમાં કોરોના સંક્રમણ બેફામ, આજે નવા ૨ કેસ આવ્યા

પાટણ
પાટણ 99

પાટણ જીલ્લામાં કોરોનાનો કહેર રોકાવાનું નામ ના લઇ રહ્યો તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. પાટણ શહેરમાં સૌથી વધુ કોરોના સંક્રમણની સ્થિતિ ભયજનક સાબિત થઇ રહી છે. આજે પાટણ શહેરમાં આજે નવા ૨ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૧૮૧ કેસ નોંધાઇ ચુક્યા છે.

પાટણ જીલ્લામાં કોરોના કેસીનો વણઝાર ચાલુ હોય તેમ આજે નવા બે કેસ સામે આવ્યા છે. આજે પાટણ શહેરના સ્ટેશન રોડ પર આવેલા રળીયા નગરમાં ૬૩ વર્ષિય પુરૂષને તાવ અને શરીરમાં દુખાવો થતાં કોરોના રીપોર્ટ કરાવતાં પોઝીટીવ આવ્યો છે. આ તરફ શહેરના રાજકાવાડા રોડ પરની કંદોઇની શેરીમાં રહેતાં ૬૨ વર્ષિય પુરૂષને તાવના લક્ષણો દેખાતાં તેમનો કોરોના ટેસ્ટ પણ પોઝીટીવ આવતાં બંનેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.