પાટણમાં કોંગ્રેસની તિરંગા રેલી યોજવામાં આવી

પાટણ
પાટણ

સ્વતંત્ર ભારતની ઉજવણીમાં દેશના લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ભાજપ સરકારે શરૂ કરેલા હર ઘર તિરંગા અભિયાન સામે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા સંદર્ભે ત્રણ દરવાજા ખાતેથી તિરંગા પગપાળા રેલી યોજી હતી.જે રેલીમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રચાર પોકાર્યા હતા.આમ આ રેલી શહેરના ત્રણ દરવાજા ખાતેથી પ્રસ્થાન થઈ મુખ્ય માર્ગો પર થઈ હિંગળાચાચર,બગવાડા ખાતે મહાનુભવોની પ્રતિમા ઉપર માલ્યાર્પણ કરી રાષ્ટ્ર પ્રેમની ભાવના ઉજાગર કરી હતી.જ્યાથી રેલ્વે સ્ટેશન ખાતે સમાપન કરવામાં આવી હતી.આ પ્રસંગે પાટણના ધારાસભ્ય પટેલે જણાવ્યું હતુ કે વર્ષ 1950માં કોંગ્રેસે સૌપ્રથમ હર ઘર તિરંગા માટેનું એક એલાન કર્યું હતું.જેને આજે સમગ્ર દેશવાસીઓ અપનાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.