પાટણ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી માસુમના આત્માની શાંતિ અર્થે પ્રાથના કરી આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી
આરએસએસ ના પ્રચારક અને શાળાના આચાર્ય દ્વારા દાહોદની છ વર્ષની દીકરી ઉપર બળાત્કાર ની કોશિશ કરી મોતને ઘાટ ઉતારવાની ધટનાને પાટણ કોંગ્રેસે વખોડી : આરએસએસ અને ભાજપના નેતાઓના કુકર્મોને માનસપટથી દૂર કરવા ભાજપ જૂઢાણા ફેલાવતા ધરણા કરી રહ્યા છે.
દાહોદ માં છ વર્ષની દિકરી ઉપર RSS ના પ્રચારક અને શાળાના આચાર્ય એ પોતાની ગાડી માજ બળાત્કાર કરવાની કોશિશ કરતા બાળકી રડવા લાગતાં આચાર્ય એ બાળકી નુ ગળું દબાવીને તેની હત્યા કરી નાંખી તેણીની લાશને સ્કૂલ માજ મુકી ફરાર થયાની બનેલી ઘટના ના વિરોધમાં શનિવારે પાટણ કોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે કેન્ડલ માચૅ યોજી મૃતક માસુમ ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.અને લંપટ આચાર્ય ને કડકમાં કડક દાખલારૂપ સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
તો ભાજપ દ્વારા આવી ગંભીર પ્રકારની ઘટનાઓમાં સંડોવાયેલ ભાજપ અને આર એસ એસ ના લોકો ને બચાવવા અને ધટનાને લોક માનસ પટ પરથી દુર કરવા જુઠાણું ફેલાવતાં ધરણા યોજવામાં આવ્યાં હોવાની બાબતની કડક શબ્દોમાં અલોચના કરી હતી. બગવાડા દરવાજા ખાતે આયોજિત કેન્ડલ માર્ચ ના કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય,જિલ્લા-શહેર કોગ્રેસ પ્રમુખ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પાટણના પ્રબુદ્ધનગરજનો જોડાયા હતા.