પાટણ કલેક્ટર તરીકે અરવિંદ વિજયનની નિયુક્તિ કરવામાં આવી

પાટણ
પાટણ

રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવતા તેમાં પાટણના કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીની ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્તિ કરી છે તેમજ ડાયરેક્ટર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ગાંધીનગરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.તેવા સમયે પાટણના કલેકટર તરીકે સુરતના પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનર અરવિંદ વિજયનની નિયુક્તિ કરવામાં આવી છે.પાટણના કલેકટર સુપ્રીતિસિંહ ગુલાંટી છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.પાટણના નવા કલેકટર અરવિંદ વિજયન ગુજરાત કેડરમાં ભારતીય વહીવટી સેવાના અધિકારી છે.તેઓ કેરળના છે અને રાયપુર,છત્તીસગઢમાંથી બી.એ,એલ.એલ.બી કર્યું છે.તેમણે આવકવેરા વકીલ તરીકે કામ કર્યું છે અને ભારતના સર્વોચ્ચ અદાલતમાં સિનિયર એડવોકેટ અરૂણ જેટલી સાથે કામ કર્યું હતું.તેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ કે.જી બાલક્રિષ્નન સાથે ઈન્ટર્ન તરીકે ન્યાયિક ક્લાર્કશિપ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.