
પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી
ચૈત્ર સુદ એકમના દિવસે મહારાષ્ટ્રના શાલીવાહન શાસક ગૌતમી પુત્ર સાત કર્ણાએ મહારાષ્ટ્ર રાજયમાંથી વિદેશીઓને ખદેડી રાજયની સુખસમૃધ્ધિ પુનઃમેળવી હતી.ત્યારે આ દિવસને વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.જેને મહારાષ્ટ્રીયન પરીવારો ગુડીપડવો કહે છે.ત્યારે સમગ્ર દેશ સહિત પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન ભાઇઓ-બહેનોનું નૂતન વર્ષ એટલે ગુડીપડવો.જેનું અતિવિશેષ મહત્વ રહેલું છે.આમ ચૈત્ર સુદ એકમથી શરૂ થતુ આ નવું વર્ષ મહારાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રના મુંબઇ,નાસીક,જલગાવ,પુના સહિતના અન્ય રાજ્યોમાં ધંધા રોજગારઅર્થે વસતા મહારાષ્ટ્રીયન પરીવારો આ દિવસે પોતાના ઘરમાં વિશિષ્ટ પૂજાવિધી કરે છે ત્યારબાદ એકબીજા સ્નેહીજનોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવે છે ત્યારે આ પાવન દિવસે પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વસતા આશરે 30 જેટલા મહારાષ્ટ્રીયન પરીવારો ગુડીપડવાના દિવસે પોતાના ઘરની છત ઉપર કાષ્ઠની લાકડી બાંધી તેના ઉપરના ભાગને તેલવાળી કરી તેની ઉપર રેશમી વસ્ત્રની સાડી પહેરાવી ઉપર તાંબાનો કળશ ઢોળી ગુડીની હળદર-કંકુ તેમજ ચોખાથી પુજાવિધિ કરી આરતી ઉતારી હતી.