પાટણની સીધેશ્વરી અને પાર્થ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી
પાટણના નિર્મલનગર રેલવે ફાટક નેળિયામાં આવેલી સિધ્ધેશ્વરી,પાર્થ,બાલાજી સોસાયટી સહિતના વિસ્તારોમાં ઉનાળાની ગરમીમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. તેવા સમયે સોસાયટીના લોકો ખાનગી ટેન્કર મંગાવી પાણી મેળવી રહ્યા છે.જેમાં નિર્મલનગરમાં ગેરકાયદેસર રીતે પાણીમાં મોટરો મુકવામાં આવતા તેના કારણે પાછળની સોસાયટીઓમાં પાણી આવતું ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે.ત્યારે આગામી સમયમાં આ વિસ્તારમાં જે સોસાયટીઓમાં મોટરો મૂકવામાં આવે તેમના નળ કનેકશન પાલિકા દ્વારા કાપી નાખવા જોઈએ તેવી માંગ સોસાયટી રહીશો દ્વારા કરવામાં આવી રહી છે.આમ એકબાજુ પાલિકા દ્વારા વેરો વધારવામાં આવ્યો છે,ત્યારે બીજીબાજુ ઉનાળામા પાણી ના આવતા મજબૂર મહિલાઓ અને બાળકો ટેન્કરના સહારે જીવી રહ્યા છે.