
પાટણની બી.એમ અને સંડેરની જયભારતી હાઇસ્કૂલની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ
પાટણ જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા કચેરી ખાતે જિલ્લા શ્રેષ્ઠ શાળા પારિતોષિક પસંદગી કાર્યક્રમ યોજાયો હતો.જેમા પાટણની બી.એમ જ્યારે સંડેરની જયભારતી હાઇસ્કૂલની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવતા ડીઇઓ અશોક ચૌધરીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું.જેમા જિલ્લાકક્ષાની બંને શ્રેષ્ઠ શાળાઓને રૂા. 1-1 લાખનો પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો છે.આમ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા મૂલ્યાંકન માટે જિલ્લાની તમામ શાળાઓમાંથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા દરખાસ્ત મંગાવવામાં આવી છે.જેના અનુસંધાને વર્ષ 2022-23 માટે તા.7-2-23 સુધીમાં દરખાસ્ત રજૂ કરવાની હતી અને તા.17-2-23ના રોજ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા પસંદગી સમિતિની બેઠક મૂલ્યાંકન કરવા મળી હતી.જેમાં પાટણ શહેરની શેઠ બી.એમ.હાઇસ્કુલને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો.