
પાટણના રાજપુર ગામે બ્રહ્માણી માતાજી મંદિર પરિસર ખાતે પલ્લી
જગત જનની જગદંબાની આરાધનાનાં પવિત્ર પર્વ સમા નવલી નવરાત્રિના સમાપન નિમિત્તે પાટણ ચાણસ્મા રોડ પર આવેલ રાજપુર ગામે પરંપરાગત માતાજી ની પલ્લી ભરાઈ હતી. તો બ્રાહ્મણી માતાજીના પાટોત્સવ નિમિતે હવન સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યાં હતા.
પાટણ તાલુકાના રાજપુર ગામે નવરાત્રિની આઠમ નિમીતે ભક્તિમય માહોલમાં માતાજીની પલ્લી ભરાઈ હતી જે પલ્લી ગામ થી નીકળી ગામ પાદરે આવેલ બ્રાહ્મણી માતાજી ના મંદિર પહોંચી હતી.જ્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજી ની પરંપરાગત પલ્લી ભરાઈ હતી.જેના દર્શન પ્રસાદનો લાભ ભાવિક ભક્તિઓ એ લીધો હતો. જ્યારે દશેરાના દિવસે માતાજી પાટોત્સવ નિમિતે હવન પણ યોજાયો હતો. જેમાં યજમાન પદે ભરત લવજીભાઈ પટેલ પરિવારે લ્હાવો લીધો હતો. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે શ્રીફળની આહુતિ આપી હતી. હવન યજ્ઞનાં દર્શનનો લાભ લઇ સમસ્ત રાજપુર ગામજનો ધન્ય બન્યા હતા.