પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરી શરૂ કરાઈ

પાટણ
પાટણ

(રખેવાળ ન્યૂઝ) પાટણ તા.૧૫
જિલ્લા મથક પાટણ ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં ૧૫ દિવસ અગાઉ કોવિડની સારવાર લઇ સાજા થઈને ઘરે ગયેલા એક સુખી-સંપન્ન વ્યક્તિએ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે રૂપિયા ૧૯ લાખનો ૧૬૫ ન્ઁસ્ એટલે કે એક મિનિટમાં ૧૬૫ લીટર ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ પાટણ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર મુકેશભાઈ જે પટેલે જણાવ્યું કે દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહેશેજે પ્લાન્ટ હોસ્પિટલમાં આગામી બે-ચાર દિવસમાં કાર્યરત કરવામાં આવશે. જેનાથી હોસ્પિટલમાં સારવાર રહી લઈ રહેલા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહેશે.
ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે કોઈ રો-મટીરીયલની જરૂર નહીં રહે , દાતાની ઈચ્છા અનુસાર ૧૬૫ ન્ઁસ્નો પ્લાન્ટ મળ્યો છે. આ પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે કોઈ જ રો-મટીરીયલની જરૂર રહેતી નથી. જે હવામાંથી જ ઓક્સિજનને ખેંચીને તેને કોમ્પ્રેસ કરીને પાઇપ લાઇન વાટે દર્દીઓ સુધી પહોંચાડશે.
પાટણના લોકોને ઓક્સિજન માટે તકલીફ નહીં પડે
હાલમાં પાટણ સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડની સુવિધા છે. જેમાં ઓક્સિજન વાળા ૨૪, ઓક્સિજન વગર ૬ અને ૧ વેન્ટીલેટર બેડ છે. આ પ્લાન્ટ કાર્યરત થઇ જતા વધુ ૧૬ બેડ ઓક્સિજન વાળા વધારી શકાશે. જેથી દર્દીઓને લાભ થશે.પાટણમાં સ્થાનિક લેવલે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતા હવે ઓક્સિજનની અછત ઝડપથી નિવારણ કરી શકાશે અને લોકોને ઓક્સિજન માટે તકલીફ નહીં પડે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.