ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 126.21 કરોડના બજેટમાં 50.61 કરોડ ફક્ત બાંધકામ પાછળ ખર્ચાશે

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વર્ષ 2021 -22 નું અને વર્ષ 2020- 21 પુનઃ નિર્મિત અંદાજ પત્ર ( બજેટ ) ફાયનાન્સ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં આ વર્ષે સૌથી વધુ છાત્રો અને અધ્યાપકોને ઉપયોગી સંશોધન માટેની લેબ અને નવીન ઓર્ગેનિક ફાર્મિંગ સેન્ટર સહિતના કરોડોના બાંધકામ સહિત રેવન્યુ, પરીક્ષા અને સેલ્ફ ફાયનાન્સ ખર્ચ સહિતના વિવિધ આયોજન માટેના બજેટમાં ગત વર્ષ કરતા 54.79 કરોડનો વધારો કરી કુલ 126.21 કરોડનું આજદિન સુધીનું યુનિવર્સિટીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.જેમાં ખાસ કરીને 50.61 કરોડ જેટલો ખર્ચ ફક્ત બાંધકામો પાછળ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં મંગળવારે વહીવટી ભવન ખાતે કુલપતિ ડૉ.જે.જે.વોરાની અધ્યક્ષતામાં મળેલ ફાયનાન્સ કમિટીમાં વર્ષ 2021 -22 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં ગત વર્ષ 2020 -21 કુલ 71.42 કરોડનું બજેટ રજૂ થયું હતું.આ વર્ષે જેમાં અધતન વધારો કરી 126.21 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં આ વર્ષે ખાસ કરીને બજેટમાં છાત્રોને અભ્યાસમાં સુવિધાઓ મળે અને ઉચ્ચ સંશોધન થઇ શકે માટે નવીન બાંધકામો માટે વિશેષ ભાર મુકાયો છે.પરીક્ષાના ખર્ચ માટે 3 કરોડનો વધારો કરી કુલ 16.11 કરોડ, રૂસા અને યુ.જી.સી.ની કામગીરી માટે 3 -3 લાખ, કોરોનાને લઇ સુરક્ષા માટેની પ્રવૃતિ માટે 5 લાખ, વહીવટી ભવન સહિત કેમ્પસના ખર્ચ, પગાર ભથ્થાં ડિપાર્ટમેન્ટ અને પીજી સેન્ટરોના ખર્ચે સહિત સ્પોર્ટ એક્ટિવિટી જેવા વિવિધ ખર્ચમાં 6.98 કરોડનો ખર્ચ વધારી કુલ 32.96 કરોડનું રેવન્યુ બજેટ ફાળવવામાં આવ્યું છે.યુનિવર્સિટીના સ્વ ભંડોળ માંથી થતા સેલ્ફ ફાયનાન્સ ખર્ચ જેમાં બાંધકામોમાં તેમજ અન્ય મોટા ખર્ચ અને નવીન આયોજનમાં કરવા પડતા આકસ્મિક ખર્ચમાં 5.87 કરોડનો વધારો કરી 14.04 કરોડનું બજેટ ફાળવ્યું છે. કુલ 126.21 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. જેમાં આવક અને ખર્ચ સરભર બાદ અંતમાં કુલ 2.60કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરાયું છે.હાલમાં બજેટ રજૂ કરી મંજૂરી માટે આગામી ઈ.સી બેઠકમાં જશે.જ્યાં ચર્ચા બાદ ઇસી કમિટી બજેટ મામલે નિર્ણય લેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.