
પાટણ રોટરેક્ટ ક્લબ દ્વારા સેવાકીય પ્રવૃતિઓના લાભાર્થે આયોજન
પાટણની સેવાભાવી સંસ્થા રોટરેકટ કલબ ઓફ પાટણ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે સતત 15માં વર્ષે શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલ પાંજરાપોળ મેદાન ખાતે રણકાર 2023 નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ઉત્સવ પ્રિય પાટણ નગરીમાં છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ નવરાત્રી મહોત્સવનું માહાત્મ્ય વધતું જાય છે. શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને કલબો દ્વારા ખેલૈયાઓ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જે અનુસંધાને પાટણની સેવાભાવી રોટરેકટ કલબ ઓફ પાટણ દ્વારા ચાલુ વર્ષે શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલ પાંજરાપોળ મેદાન ખાતે રણકાર 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જે અંગે પત્રકારોને માહિતી આપવા માટે કલબના પ્રમુખ ના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પત્રકારોને માહિતી આપતા પ્રમુખે જણાવ્યું હતું કે, ખેલૈયાઓ માટે વિશેષ સુવિધાઓથી મેદાનને સજજ કરવામાં આવ્યુ છે. તેમજ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાના ભાગરુપે સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા તેમજ ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ખેલૈયાઓના આરોગ્યની સલામતીને ધ્યાનમાં રાખી એમ્બ્યુલન્સવાન સહિત ૩ તજજ્ઞ ડોકટરોની ટીમો સતત કાર્યરત રહેશે.આ ઉપરાંત સીકયુરીગાર્ડની પણ સુરક્ષા કરવામાં આવશે. તો સાથે સાથે વાહનોના ટ્રાફીકની સમસ્યાને ધ્યાને રાખી વાહન પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.. તો ખેલૈયાઓના ઉત્સાહને વધારવા માટે રોજબરોજના પ્રોત્સાહીતઈનામો રાખવામાં આવશે.આ બેઠકમાં મંત્રી સંસ્થાના પ્રમુખ ધવલ પટેલ,ઉત્કર્ષ પટેલ, ધ્રુવ પટેલ, ઋષિ પટેલ,આશીષ પટેલ,સુનિલપટેલ સહિત કલબના અન્ય મેમ્બરો ઉપસ્થિત રહયા હતા.