પાટણ કોર્ટેમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને એક વર્ષની કેદ રૂ. 9 લાખનો દંડ ફટકાર્યો
પાટણની જ્યુડિસીયલ કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વ્યક્તિને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ કરતાં દોઢી રકમ 9 લાખનો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી હતી. દંડની રકમ જમા કરાવ્યેથી રૂા. 8 લાખની રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવવાનો આદેશ કર્યો હતો.
આ કેસની મળતી માહિતી મુજબ ફરીયાદી કરમશીભાઇ અભુભાઇ દેસાઇ રે. પાટણ, મૂળ રે. કુણઘેર તા. પાટણવાળા તેમના સંબંધી અરવિંદભાઇ રે. પાટણવાળાને રૂા. 6 લાખ હાથ ઉછીના આપેલા જે પેટે અરવિંદભાઇએ રૂા. 6 લાખનો ચેક તા. 27-7-2023 નો આપતાં ફરીયાદીએ તે ચેક તેમનાં ખાતામાં ભરતા તે તા. 29-7-13નાં રોજ પુરતા બેલેન્સનાં અભાવે પરત ફર્યો હતો
અંગે ફરીયાદીએ તેમનાં એડવોકેટ આર.ડી. દેસાઈ મારફત નોટીસ આપી પાટણની જ્યુડીસીયલ કોર્ટમાં નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતાં જે કેસ ચાલી જતાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે બંને પક્ષોની રજુઆતો સાંભળી ચેક બાઉન્સ કેસમાં એક વર્ષની કેદ રૂા. 9 લાખનો દંડ ફટકાર્યો હતો