સિધ્ધપુરમાં ખોટી રીતે સરકારી પ્લોટ લીધા, ખાલી નહિ કરતાં 5 ઈસમો સામે વધુ એક ફરિયાદ

પાટણ
પાટણ 121

સિધ્ધપુર તાલુકાના ગામે અગાઉ મફત ગાળાનાં પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જેમાં ગામનાં અનેક પરિવારોએ જરૂરી કાગળો સાથે ફોર્મ ભર્યા હતા. તંત્ર દ્વારા વર્ષ 1995 દરમ્યાન પ્લોટ ફાળવણી થયા બાદ કૌભાંડ ખુલ્યું હતું. અનેક અરજદારોએ ખોટાં કાગળો રજૂ કરી ગેરકાયદેસર પ્લોટ મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેની તપાસ કરતાં સંબંધિત આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઈ હતી. આ પછી 5 દબાણકારોને પ્લોટ છોડવા હુકમ થયો હતો. જોકે તેની અવગણના થતાં સરેરાશ 4 વર્ષ બાદ તાલુકા પંચાયત દ્વારા ગામનાં 5 ઈસમો વિરુદ્ધ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સરકારી જમીન દબાવતાં તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના સમોડા ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત વર્ષ 1995 દરમ્યાન ગામની રેવન્યુ સર્વે નંબર 423/અ વાળી જમીનમાં ઘરવિહોણા પરિવારોને મફતગાળાના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જેમાં ગામનાં 5 ઈસમોએ અરજી ફોર્મમાં ખોટી માહિતી ભરી ગેરકાયદેસર રીતે પ્લોટ મેળવી લીધા હતા. જેની તપાસ થતાં વર્ષ 1999 દરમ્યાન પ્લોટ ફાળવણી રદ્દ કરી દેવામાં આવી હતી. આ રદ્દ કરવાના હુકમ પહેલાં કે પછી 5 ઈસમોએ પ્લોટ ઉપર પાકાં મકાન બાંધી દીધા હતા. આ દરમ્યાન પ્લોટ કૌભાંડનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે દબાણકારોએ છેલ્લા 20 વર્ષથી સરકારી પ્લોટ ખાલી નહિ કરતાં તાલુકા- જિલ્લા પંચાયતે નવા કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. સિધ્ધપુર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વર્ષાબેન મોઢે સમોડા ગામનાં 5 રબારી ઈસમો વિરુદ્ધ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.