ચંદ્રુમાણા સેવાળા માર્ગ પર બે બાઈક સામસામે ટકરાતા એકનું મોત : ત્રણ ઘાયલ થયા

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ
પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવો બનતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે શુક્રવારની મોડી સાંજે પાટણના ચંદ્રુમાણા સેવાળા માર્ગ પર બે બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક ઇસમનું મોત નીપજ્યું હોવાનું તેમજ અન્ય ત્રણ જેટલા ઈસમોને ગંભીર ઇજાઓ થઇ હોવાની ઘટના બનવા પામી છે.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ ચંદ્રુમાણા ગામના વ્યાસ પરિવારના બે ઈસમો બાઈક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી ડબલ સવારી આવી રહેલા બાઈક સાથે અગમ્ય કારણોસર બાઇક ટકરાતાં બાઈક સવાર ચંદ્રુમાણા વ્યાસ પરિવારના એક ઈસમનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતું જ્યારે અન્ય બે ઈસમો અને એક મહિલાને ગંભીર ઈજાઓ થવા પામી હતી ઈજાગ્રસ્ત બનેલા ઇસમોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોય બનાવની જાણ પોલીસ ને કરાતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.