
શંખેશ્વર પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો વચ્ચે ત્રીપલ અકસ્માતમાં એકનું મોત
પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે ત્રીપલ અકસ્માત સજૉતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું તેમજ છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રીપલ અકસ્માતની મળતી હકીકત મુજબ રાજસ્થાનના સુંધામાતા ના દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવાર પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ માર્ગ પરથી પસાર થઈ રહેલ બે લક્ઝરી અને ઈકો ગાડી વચ્ચે અગમ્ય કારણોસર અકસ્માત સર્જાતા ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓ ના કારણે મોત નીપજ્યું હતું. તો અન્ય છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બાવળા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.