પાટણની વસંત પંચમીની પોળમાં એક મકાનની દીવાલ ધરાશાયી થતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત
પાટણના વસંત પંચમીના પાડામાં એક નવીન મકાનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન દીવાલ ઘરાશાયી થતા અફરાતફરી મચી હતી.અકસ્માતમાં ત્રણ મજૂરો ઈજાગ્રસ્ત બનતા ત્રણેયને સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકનું મોત નિપજ્યું હતું અન્ય બેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પાટણ શહેરની વસંત પંચમીની પોળમાં એક નિર્માણાધીન મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાં રમેશભાઈ પરમાર નામના મજૂરને વધુ ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મજૂરને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.