રાધનપુરના દેલાણાથી 35 કિલોથી વધુના લીલા ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પાટણ SOG પીઆઇ સહિતની ટીમ દ્વારા ચોક્કસ બાતમી ના આધારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામે ખેતર માંથી ગાંજા ની ખેતી ઝડપી અંદાજીત 35 કિલો થી વધુ ના ગાંજાના લીલા છોડ સાથે ગાંજાનું વાવેતર કરનાર શખ્સને ઝડપી આગળની કાર્યવાહી માટે રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે આધારભૂત સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પાટણ એસ.ઓ.જી પીઆઈ રાકેશભાઈ ઉનડકટ અને તેમની ટીમ દ્વારા ખાનગી બાતમી ના આધારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામે પ્રભાતસિંહ ઉર્ફે લાલુભા દ્રારા પોતાના ખેતરના સેઢા મા કરેલ ગાજા ના વાવેતર ને ઝડપી અંદાજીત 35 કિલો થી વધુના લીલા ગાંજાના છોડ સાથે પ્રભાતસિંહ ઉર્ફે લાલુભા ની અટકાયત કરી રાધનપુર પોલીસ ને સોંપતા રાધનપુર પોલીસે ઉપરોક્ત ગુનાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.