પાટણના ભેમોસણ ગામે ઈલેક્ટ્રીક કરંટ લાગતા દોઢ વષૅનો માસુમ મોતને ભેટ્યો
આકસ્મિક બનેલ બનાવને પગલે પરિવારજનોમાં ધેરા શોકની કાલિમા છવાઈ: પાટણ ના ભેમોસણ ખાતે રહેતા ઠાકોર પરિવાર ના દોઢ વર્ષ ના બાળક નું ઈલેક્ટ્રીક કરંટ થી કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સજૉવા પામી છે. તો આકસ્મિક બનેલા આ બનાવને પગલે પરિવાર જનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.
આ ઘટનાની બનતી હકીકત મુજબ પાટણના ભેમોસણ ગામે રહેતા અભેસંગજી ઠાકોર ની પત્ની શનિવારે સવારે પોતાના ઘરમાં નાવા બેઠી હતી અને તેમનો દોઢ વર્ષ નો માસુમ દીકરો મિતેષ ઘરની બહાર રમતો હતો તે દરમ્યાન રમતા રમતા તે ઘરની બાજુમાં આવેલ પાણી ના હોજ (ટાંકી) પાસે પહોચ્યો હતો અને હોજ પર મુકેલી ઈલેક્ટ્રીક પાણી ની મોટરના ચાલુ વીજ વાયરને માસુમ બાળકે પકડી લેતા તેને જોર થી કરંટ (શોર્ટ) લાગતા બાળક ત્યાં ને ત્યાં આ ઢળી પડ્યું હતું.
આ બનાવને નાવા બેઠેલ માસુમ બાળકની માતા જોઈ જતા તેણીએ બુમા બુમ કરતા આજુબાજુ માથી પડોશીઓ દોડી આવ્યા હતા અને ઢળી પડેલા બાળકને તાત્કાલિક સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલ માં લાવવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે બાળક ને મૃત જાહેર કરતા પરિવારજનોમાં આકસ્મિક બનેલા બનાવને પગલે ઘેરા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.