વડાપ્રધાનના જન્મદિન પ્રસંગે સિદ્ધપુર ખાતે ત્રિવિધ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો એ વડાપ્રધાનના જન્મદિવસની શુભકામનાઓ વ્યક્ત કરી: ગુજરાતમાં પનોતા પુત્રને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણના ભાગરૂપે મંગળવારે એપીએમસી સિદ્ધપુર, રોટરી ક્લબ સિધ્ધપુર અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સિધ્ધપુર ના ધારાસભ્ય અને જાણીતા ઉધોગપતિ તેમજ રાજય સરકાર ના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ખાસ હાજરી આપી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ની શુભેચ્છાઓ વ્યકત કરી તેઓના તંદુરસ્ત જીવન ની કામનાઓ પાઠવી હતી.
સિધ્ધપુર એપીએમસી ખાતે આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ દાદાઓએ સ્વૈચ્છીક રકતદાન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિરોગી અને દીર્ધાયુષ્ય માટેની પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી.
આ બ્લડ કેમ્પમાં પાટણ જિલ્લા કલેકટર સહિત સિદ્ધપુર એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, રેડ કોર્સ અને રોટરી ક્લબ ના સભ્યો, સિધ્ધપુર નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.