સિદ્ધપુર પાલિકા દ્વારા પાઈપલાઈન ની સફાઇ કામગીરી બાદ પ્રથમ દિવસે કલોરિન ની વધુ માત્રા વાળુ પાણી અપાશે.

પાટણ
પાટણ

પાટણ સિધ્ધપુર નગરપાલિકા દ્વારા પાણીની ટાંકી અને પાઈપલાઈનો ત્રણ વાર કેમિકલ થી સફાઈ કયૉ બાદ રવિવારે વિસ્તારના અસર ગ્રસ્ત રહીશોને સૈફીપુરા ઝાંપલી પોળ વોટરવર્કસ સેન્ટર ઉપરથી પાણી આપવામાં આવશે જે પાણીમાં ક્લોરિન ની માત્રા વધુ હોઈ આ પાણી નો પીવા માટે ઉપયોગ નહીં કરવા અને માત્ર વાપરવાનો જ ઉપયોગ કરવા પાલિકા પ્રમુખ કૃપા બેન આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી.

સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં નગર પાલિકાની પીવાના પાણી ની લાઈનમાં પાણી આવવાનું બંધ થઈ જતા સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવતા ચાર દિવસ માં ઉપલી શેરી,લાલડોશી શેરી વિસ્તારમાંથી શંકાસ્પદ મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. જે અવશેષોને સિદ્ધપુર સિવિલમાં પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

ત્યારે પાલિકા દ્વારા છેલ્લા ચાર પાંચ દિવસ થી ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સિધ્ધપુર નગરપાલિકા દ્વારા ત્રણ વાર કેમિકલ દ્વારા સફાઈ કરી આજે વિસ્તારના અસરગ્રસ્ત રહીશોને સૈફીપુરા ઝાંપલી પોળ વોટરવર્કસ સેન્ટર ઉપરથી પાણી આપવામાં આવનાર છે જે પાણીમાં ક્લોરિન ની માત્રા વધુ હોઈ આ પાણી નો પીવા માટે ઉપયોગ નહીં કરતા માત્ર વાપરવાનો જ ઉપયોગ કરવો તેવી સિધ્ધપુર પાલિકા પ્રમુખ દ્રારા રહીશોને અપીલ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.