
વડાપ્રધાનના 73 મા જન્મ દિને આર્યાવ્રત નિર્માણ દ્વારા 73 દેશીકુળના વૃક્ષોનું રોપણ કરાયું
વૈદિક નદી માં સરસ્વતીના કિનારે આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 મા જન્મ દીને 73 દેશીકુળના વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાટણ જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ,આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અધ્યક્ષ નિલેશ રાજગોર,ડો.રોશન અગ્રવાલ,દિલીપસિંહ રાજપૂત,માનસીબેન ત્રિવેદી સહિત પયૉવરણ પ્રેમીઓએ ઉપસ્થિત રહી વૃક્ષા રોપણ કરી ભારતના વડાપ્રધાન ને જન્મદિવસની ભેટ આપી પર્યાવરણ જાળવણી માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા પોલીસ વડાએ સહસ્ત્ર તરુવનમાં પીપળવનના વૃક્ષોનો ઉછેર અને તેની વિવિધતા ને સરાહી તેમની નાની દીકરી સાથે ભારતના વડાપ્રધાન ના જન્મદિવસ નિમિતે પીપળાનું એક વૃક્ષ રોપણ કયુઁ હતું. પર્યાવરણવિદ્દ નિલેશ રાજગોર દ્વારા સમગ્ર ભારતવાસીઓને નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ઓછામાં ઓછું એક દેશીકુળનું વૃક્ષ વાવી ઉછેરવા આહવાન કરાયું હતું. પ્રકૃતિપ્રેમી અને મોદીજીના ચાહક અજય જોશી (થરા) દ્વારા 73વૃક્ષોનું સંસ્થામાં વૃક્ષદાન કરવામાં આવ્યું હતું.