
સિદ્ધપુર નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને વિધિવત ચાર્જ સંભાળ્યો
સિદ્ધપુર નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને સોમવારે શુભ મુહૂર્તમા વિધિવત્ ચાર્જ સંભાળ્યો હતો અને આગામી અઢી વર્ષ દરમિયાન શહેરમાં બાકી રહેલા શહેરના વિકાસના કાર્યો કરવાની બાહેધરી આપી હતી.ભાજપ શાસિત સિદ્ધપુર નગરપાલિકામાં પ્રમુખ,ઉપ પ્રમુખની તાજેતરમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આગામી અઢી વર્ષની બીજી ટર્મ માટે નવીનપ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે સોનલબેન ઠાકર તેમજ કારોબારી ચેરમેન તરીકે રશ્મિનભાઈ દવેની વરણી કરવામાં આવી હતી. ત્યારે પાલિકાના નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેને સોમવારે શુભમુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સમર્થકોએ પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે, સિદ્ધપુરના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ આગામી અઢી વર્ષ દરમિયાન નગરપાલિકાના તમામ સભ્યોને સાથે રાખી શહેરના બાકી રહેલા વિકાસના કાર્યોને પૂર્ણ કરીશું.
પાટણ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખે તાલુકા પંચાયત કચેરી ખાતે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમા ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નવીન વરાયેલા પ્રમુખ દેસાઇ લલીબેન જયરામભાઇ તથા ઉપપ્રમુખ ઠાકોર સોનલબેન લેબુજીએ પાટણ તાલુકા પંચાયતના તમામ સભ્યો સાથે મળીને તાલુકાના દરેક ગામમા આગામી સમયમા વિકાસ કાર્યો થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે આ પ્રસંગે પ્રમુખ તથા ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યુ હતુ કે, રાજ્યની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમા ભારતીય જનતા પાર્ટીએ નારી શક્તિ ઘરની સાથે લોકતંત્રને પણ સંભાળી શકે છે. તે ઉદાહરણ સ્વરુપે પ્રમુખ ઉપપ્રમુખની જવાબદારી સોંપી છે. ત્યારે પાટણ તાલુકા પંચાયતમાં બંન્ને પદ પર મહિલાઓને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિનિધિત્વ આપ્યુ છે. કેન્દ્રમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમા દેશ વૈશ્વિક સ્તરે પ્રગતિ કર્યો છે. તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા અનેકવિધ વિકાસના કાર્યો થઈ રહ્યા છે. ત્યારે પાટણ તાલુકામાં આગામી દિવસોમા બંન્ને પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના તમામ સભ્યોને સાથે રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહેલા વિકાસકાર્યોને આગળ વધારવા કટીબદ્ધ છે.આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઇ પટેલ , શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી , તાલુકા મહામંત્રી જલુજી ઠાકોર, વિરેશભાઇ વ્યાસ, વિનુભાઇ પટેલ, નરેશભાઇ પરમાર, જયરામભાઇ દેસાઇ સહિત સભ્યો તથા સંગઠન ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.