પાડોશી જ બન્યો હેવાન: શંખેશ્વરમાં 11 વર્ષીય દીકરી પર નરાધમે દુષ્કર્મ આચર્યું

પાટણ
પાટણ

પાટણ જીલ્લામાંથી હેવાનીયતની હદ વટાવી દે તેવો કિસ્સાઓ પ્રકાશમાં આવ્યો છે. જીલ્લાના  શંખેશ્વર તાલુકામાં મુકબધીર સાડા અગિયાર વર્ષની દીકરીને ગામમાં રહેતા ઠાકોર યુવક દવારા લલચાવી ફોસલાવી લઇ જઈ તેના પર દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી છૅ. આ મામલે શંખેશ્વર પોલીસ મથકે ભોગ બનનાર દીકરીના પિતાએ પોલીસ મથકે ઠાકોર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છૅ. તો પોલીસે આ મામલે FSLની મદદથી વધુ તપાસ હાથ ધરી છૅ.

શંખેશ્વર તાલુકામાં સગીર વયની દીકરી પર દુષ્કર્મની ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી છૅ. શંખેશ્વર તાલુકામાં રહેતી સાડા અગિયાર વર્ષની મુકબધીર દીકરીને ગત સાંજના સમયે તેની માતા તેને લઇ બજારમાં ખરીદી માટે નીકળ્યા હતા અને તેની માતા બજાર માં ખરીદી કરી રહી હતી, તે તકનો લાભ લઇ તેમની પડોશમાં રહેતા નરાધમ ઠાકોર ભરત નામના ઈસમે દીકરીને લલચાવી ફોસલાવી ઉપાડીને લઇ જઈ અવાવરું જગ્યા પર તેની પર દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ થતા તેમને આ બાબતે શંખેશ્વર પોલીસને જાણ કરી હતી અને આ અંગે શંખેશ્વર પોલીસ મથકે નરાધમ ઠાકોર ભરત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ભોગ બનનાર પિતા પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ થવા પામી હતી અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.