સાંતલપુરના ઝઝામ પાસે લોકોએ બૂમો પાડતાં દવાઓનું પોટકું ફેકી યુવાન ફરાર

પાટણ
પાટણ

સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ પાસેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ નજીકથી પોટલું લઇને પસાર થતા પરપ્રાંતીય ઈસમ પર શંકા જતાં ગામલોકોએ પડકારતા ગભરાઈ ગયેલ શખ્સ પોટલામાં રહેલ શંકાસ્પદ દવાનો જથ્થો ફેંકી ફરાર થઇ ગયો હતો. જેમાં સરકારી અને એકસપાયર ડેટની દવાઓ હોઈ આરોગ્ય તંત્ર તપાસમાં લાગ્યું છે.

ઝઝામ ગામ પાસેથી પસાર થતી કેનાલ નજીકથી બુધવારે એક પરપ્રાંતીય યુવક કપડાંનું પોટલું લઈ પસાર થતો હોઈ ખેતરમાં કામ કરતા લોકોને શંકા જતા યુવકને ઉભો રાખવા બૂમો પાડતા તે પોટકું નીચે ફેંકી ભાગ્યો હતો. લોકોએ પોટકુ ખોલતા અંદરથી મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. દવાનો જથ્થો નીકળતા લોકોએ ઝઝામ પીએચસી ખાતે જાણ કરતાં મેડિકલ ઓફિસર તથા સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યા હતા. મળી આવેલા દવાઓ પૈકી કેટલીક સરકારી દવાનો જથ્થો હોવાનું અને કેટલીક દવા એક્સપાયર ડેટની હોવાનું મેડીકલ ઓફિસર દ્વારા જણાવાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.