રાષ્ટ્રીયકક્ષાની ઓપન સ્વિમિંગ સ્પર્ધામાં પાટણની સૃષ્ટિએ મેડલો મેળવ્યા

પાટણ
પાટણ

વર્તમાન સમયમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વિવિધ રમતવીરોએ અલગ-અલગ કક્ષાએ મેડલ મેળવી દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે પાટણની બાળ સ્વિમર તરીકે નામના મેળવેલી સૃષ્ટિ પટેલે અમદાવાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની ઓપન સ્વિમિંગ સ્પર્ધામાં સૌથી નાની ઉંમરે ત્રણ ગોલ્ડ,ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા પોતાનું નામ અંકિત કરી સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.જેમાં સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિયેશન સંલગ્ન ગુજરાત સ્ટેટ એક્વાટિક એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે 63મી સિનિયર ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપ 2022 ઓપન સ્પર્ધાનું આયોજન કરાયું હતું.જેમાં પાટણની બાર વર્ષની સૃષ્ટિ દીક્ષિતભાઈ પટેલે સૌથી નાની ઉંમરે કુલ ત્રણ ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.સૃષ્ટિ પટેલ અગાઉ પણ સ્વિમિંગની વિવિધ સ્પર્ધાઓમાં,ખેલ મહાકુંભમાં તેમજ રાજ્યકક્ષાની ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ચૂકી છે.આમ આગામી સમયમાં એશિયાડ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમમા પ્રતિનિધિત્વ કરવાનું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.