પાટણની શેઠ એમ એન હાઇસ્કુલના વિદ્યાર્થીઓની રાષ્ટ્રકક્ષાએ પસંદગી
રાજ્ય કક્ષાના આ ગણિત મહોત્સવ માં સમગ્ર રાજ્યમાંથી 22 જિલ્લાઓમાંથી એકાવન શાળાના 450 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકો એ ભાગ લીધો હતો. આ ગણિત મહોત્સવમાં ગણિતના મોડેલ, ગણિત પઝલ્સ, ટીચર ઇનોવેશન પ્રેઝન્ટેશન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત, શેઠ એમ એન હાઇસ્કુલ, પાટણના વિદ્યાર્થીઓ પટેલ ભવ્ય હર્ષિદકુમાર અને પટેલ અંશુલ જીગ્નેશકુમારે શાળાના શિક્ષક ડો.અલ્પેશકુમાર એસ પટેલના માર્ગદર્શન હેઠળ ગણિત મોડલ, ગણિત પઝલ અને ગણિત ક્વિઝ એમ ત્રણ સ્પર્ધા માં ભાગ લીધેલો હતો. જેમાં અમારી શાળા શેઠ એમ એન હાઇસ્કુલ ના બાળકો પટેલ ભવ્ય અને પટેલ અંશુલે ગણિત પઝલ વિભાગમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલ હતો.ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ના ચેરમેન ચંદ્રમોલી જોશી અને વૈજ્ઞાનિકો ની હાજરીમાં આ વિજેતા બાળકોને શીલ્ડ, ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર થી સન્માનવા માં આવ્યા હતા. વિશેષમાં અમારી શાળાના શિક્ષક ડો.અલ્પેશકુમાર એસ પટેલે ગણિત મહોત્સવમાં જુનિયર વિભાગમાં નિર્ણાયક તરીકે ખૂબ જ સુંદર કામગીરી પણ બજાવી હતી જે બદલ તેમને પણ પ્રમાણપત્ર થી નવાજવામાં આવ્યા હતા.
આ ગણિત મહોત્સવમાં બહાદુર સિંહ સોલંકી (ડેપ્યુટી ડાયરેક્ટર હાયર એજ્યુકેશન, ગુજરાત ), સુનિલ વાનખેડે (નેશનલ વાઇસ ચેરમેન એપીજે કેવાયએસ, મહારાષ્ટ્ર), એમ એસ સોલંકી (ઇન્ડિયન મેથેમેટીશિયન, ઓથર એજ્યુકેટર, મધ્યપ્રદેશ) લાલજીભાઈ જોગરાણા (જીએસટી ઓફિસર ગુજરાત સ્ટેટ), ડો. ચંદ્રમોલી જોષી સર, ચેરમેન – ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ કલબ ની વિશેષ હાજરી રહી હતી . સમગ્ર કાર્યમાં શાળાના આચાર્ય ડી કે ઠક્કર સાહેબ તરફથી સંપૂર્ણ પ્રોત્સાહન અને માર્ગદર્શન મળેલું હતું