
પાટણ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય એપીલેપ્સી દિનની ઉજવણી કરાઈ
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 17 નવેમ્બર 2023ના રોજ રાષ્ટ્રીય એપીલેપ્સી (વાઈ) દિનની ઉજવણી કરાઈ. જેમાં એક હજાર થી વધુ સામાન્ય મુલાકાતીઓને વાઈના કારણો અને કાળજી વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે રાષ્ટ્રીય એપીલેપ્સી દિન એ એપીલેપ્સીની સ્થિતિ અને આ રોગથી પ્રભાવિત વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયો પર તેની અસર વિશે જાગૃતિ લાવવા માટે ઉજવાય છે. એપીલેપ્સી એ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે મગજની અનિયમિત પ્રવૃત્તિ દ્વારા દર્દીને આંચકી અથવા વિચિત્ર વર્તન જેવી પરિસ્થિતિ ઉત્પન કરે છે. ત્યારબાદ ગાઈડ દ્વારા સહભાગીઓ ને વિવિધ ગેલેરીઓ અન્વેષણ કરવાની તક મળી. અત્યાધુનિક 5-ડી થિયેટર અને વર્ચ્યુઅલ રિયાલિટીના અનુભવો સહિત નવીનતમ તકનીકીની હાજરી દ્વારા તેમની મુલાકાતમાં વધારો થયો હતો, આ નવીન તકો સાથેના તેમના અનુભવથી તેઓ સંપૂર્ણ રીતે આનંદિત થયા હતા.