
પાટણ-ડીસા હાઈવે પર ડમ્પરે બાઈકને ટક્કર મારતાં વહુની નજર સામે સાસુનું મોત,બેને ઈજા
પાટણ-ડીસા હાઈવે પર કોઈટા હાઈસ્કૂલ પાસે ડમ્પરે બાઈકને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર રોડ પર પડી જતાં મહિલા પર ટાયર ફરી વળતાં ડીસા તાલુકાના કણઝરા ગામના મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા હતા. વાગડોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
રવિવારે બપોરના ચાર વાગ્યાના સુમારે ડિસા તાલુકાના કણઝરા ગામના ઠાકોર પ્રવિણજી અરજણજી ઠાકોર કાકી મંજુલાબેન ઠાકોર અને આશાબેન ઠાકોર ત્રણે તેમનું બાઈક જીજે 08 એકે 6174 નંબર કોઈટાથી ઘરે કણઝરા જઈ રહ્યા હતા. જેમણે પાટણ-ડીસા હાઈવે પર કોઈટા હાઈસ્કૂલ પાસે જીજે 27જીડી 7303ના ડમ્પર ચાલકે ગફલતભરી હંકારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી.
બાઈક ચાલક પ્રવિણજી ઠાકોરને માથાનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી અને આશાબેનને નાની મોટી ઈજા પહોંચતા 108 દ્રારા ધારપુર ખસેડવામાં આવ્યા હતા અને પાછળ બેઠલ મહિલા 35 વર્ષિય મંજુલાબેન બદુજી ઠાકોરનું માથું છુંદાઈ જતાં ઘટનાસ્થળે કરુણ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.