પાટણ જિલ્લાની ચાર વિધાસભા બેઠક પર મતદાનના દિવસે 5 હજારથી વધુનો પોલીસ સ્ટાફ તહેનાત રહેશે

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં તા.05.12.2022ના રોજ ​​​​​​ બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે મતદાનને લઈને જિલ્લાની વિવિધ ટીમો સજ્જ છે. નિર્ભીક, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લાના ચૂંટણીતંત્રની સાથે-સાથે વિવિધ ટીમો દિવસ-રાત કામગીરી કરી રહી છે. મતદાનના દિવસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસતંત્ર ખડેપગે તહેનાત છે. તા.05.12.2022ના રોજ મતદાનના દિવસે જિલ્લામાં 5 હજારથી વધુનો પોલીસ સ્ટાફ પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર તહેનાત રહેશે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી જ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ અને 19-સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ફૂટમાર્ચ કરવામાં આવી હતી. આ બેઠકો પર ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોમાં ચૂંટણી અંગે જાગૃતતા ફેલાવવા માટે તેમજ તેઓ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મતદાન કરે તે માટે સતત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે.

ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીની ભાળ પોલીસતંત્ર દ્વારા મેળવવામાં આવી છે. જિલ્લામાં ડ્રગ્સ, દારૂ, તેમજ રોકડ નાણાંની હેરફેર બાબતે પોલીસની ટીમો સતત કાર્યરત રહીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સ્ટેન્ડ ટુ રહી છે, તેમજ જિલ્લામાં ચૂંટણીને લઈને હંગામી ધોરણે આંતર જિલ્લા ચેકપોસ્ટો પણ કાર્યરત કરવામાં આવી છે. આ રીતે ચૂંટણી પ્રક્રિયા શાંતિથી નિર્ભીક વાતાવરણ વચ્ચે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર કટીબદ્ધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.