ચોરીના ચાર મોબાઇલ સાથે મેથાણ નો મીર યુવાન ઝડપાયો
પાટણના કાકોશી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ચોરીના ચાર મોબાઇલ સાથે મેથાણ ગામના મીર યુવાનને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ નાઓએ વાહન ચોરીઓ અટકાવવા સારૂ કરેલ સુચના આધારે ના.પો.અધિ.કે. કે પંડ્યા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ પી.વી.ચૌધરી તથા કાકોશી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે મીર યાકુબભાઇ યુસુફભાઇ મીરાભાઇ ઉવ.૨૯,રહે.મેથાણ તા.સિધ્ધપુર જી.પાટણ વાળો કાકોશી બજારમાં કેટલાક જુના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન લઇને વેચાણ સારૂ ફરે છે અને જે હાલમાં કાકોશી ટાઉન ગુડલક હોટલની નજીક ઉભો છે.જે હકીકત આધારે સદર જગ્યાએ ટીમે રેઇડ કરતાં ઉપરોક્ત ઇસમને એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૪ કુલ કિ.રૂ.૩૦,૦૦૦/- સાથે આબાદ પકડી પાડી તેની વિરૂદ્ધ કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.